કચ્છી કાવ્ય મંજૂષા
કચ્છી કાવ્ય મંજૂષા
બ્લોગર જા બ બોલ...
ગુરુવાર, ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ જે ડીં ‘કચ્છમિત્ર’ દૈનિક જી લોકપ્રિય કૉલમ 'ધિલ જી ગાલીયું' મેં કવિ શ્રી લાલજી બળગા જી ગઝલ ‘હલ ફકીરા’ વાંચઈ અને હૃદય કે સ્પર્શી વઈ. વિઠે-વિઠે ઇન તે મું હિકડો વિવેચન લિખી વિધો.
કચ્છી સાહિત્ય જા પીઢ કવિ નેં મું જા મો'ઝિજ મિત્ર જનાબ જયંતિ જોષી 'શબાબ' સાહેબ કે જડેં મું હી લેખ બ્લોગ જે સ્વરૂપ મેં હલાયો ત ઉની કે બોરો ખાસો લગો, સોશિયલ મીડિયા તે પણ કચ્છી ભાષાપ્રેમીએં ઇન કે ફૂલ લાઈક નેં શેર ક્યોં.
શબાબ સાહેબ મુકે હિન રસ્તે તે અગિયા વધેલા નેં કચ્છી સાહિત્ય મેં હિકડો ‘નઉં ચીલો’ ચાંતરે જી સલાહ ડિનોં ને મુકે ઈની જી ગાલ આડઈ. નેં અજ નું કચ્છી ભાષા જી કાવ્ય-કૃતિએં જો યથાશક્તિ રસાસ્વાદ કરાય જી પેલક કરીયાં તો.
બ્લોગ જો નાં 'કચ્છી કાવ્ય મંજૂષા' કુરેલા રખ્યો?
હી નાં રખે પુઠીયાં હિકડો ઊનું સાહિત્યિક ઈતિહાસ આય. સંસ્કૃત સાહિત્ય મેં ઈ.સ. ૧૨મી-૧૩મી સદી જે આસપાસ જૈન આચાર્ય નરેન્દ્રપ્રભાસૂરિ (નરેન્દ્રસૂરિ) દ્વારા લખેલ ‘કાવ્યમંજૂષા’ નાલે જો હિકડો વડો ગ્રંથ આય.
હિન ગ્રંથ મેં:
- કાવ્ય જી શાસ્ત્રીય વ્યાખ્યા નેં ઉનજા લક્ષણ વિસ્તાર સે સમજાય મેં આયા ઐં.
- શબ્દ-અર્થ જો સંબંધ, રસ, ભાવ, રીતિ, કૈક અલંકારેં જો સુંદર વર્ગીકરણ કરે મેં આયો આય.
- કાવ્ય જો ગુણ-દોષ ને અલંકારશાસ્ત્ર જો વ્યવસ્થિત પરિચય આય.
હી પ્રાચીન ગ્રંથ નેં ઇનજી સાહિત્યિક ઓળખ થી પ્રેરાઈ ને મું મું જે બ્લોગ જો નાં 'કચ્છી કાવ્ય મંજૂષા' રખ્યો આય.
નામ જો અર્થ નેં ઉદ્દેશ્ય:
કચ્છી ભાષા મેં 'મજૂષ' શબ્દ અજ પણ હયાત આય, જેજો અર્થ થીએ તો 'પેટારો'—હિકડી એડી વડી પેટી જેમેં મધ્ય યુગ મેં કિંમતી સામાન સંભારે ને રખે મેં અચીંધો હુઓ.
કચ્છી ભાષા મેં કિતરીયે એડીયું રચનાઉં ઐં જેં કે અજ્ઞાત કવિએં લખ્યોં અયોં પણ અઞાં સુધી ઉનીજો પુસ્તક સ્વરૂપે અવતરણ નાંય થ્યો .બૈ ભાષાએં જી સરખામણી મેં કચ્છી સાહિત્ય જો વારસો અદકેરો આય-માતબર આય. મું જો પ્રયાસ રોંધો ક હી 'મંજૂષા' (પેટારે) મેં સંગ્રહાયેલ કચ્છી સાહિત્ય જે રત્નેં જો રસાસ્વાદ આં સુધી પુઞાઇંયાં.
મું જી હિન સાહિત્યિક સફર મેં રબ નેં આં મિણી જો સાથ-સહકાર મિલધો રોંધો, એડી આશા રખૈ આય.
પીર સૈયદ ઈશાકમિયાં અલઅબ્બાસી અલહાશિમી
M.A.B.Ed.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો