વંધન લખવાર મિટ્ટી કે! - ખત્રી હુસેન ઈસ્માઈલ 'કમર' કચ્છી
![]() |
| Courtesy: Gemini |
વંઘન લખવાર મિટ્ટી કે !
ફિરે ફેરા જડે ચકકર, મિલે આકાર મિટ્ટી કે.
ઘડે તો ઘાટ ઊ કેડા, જરા તુ ન્યાર મિટ્ટી કે.
ભનેંતા ભુત વરી એડા઼, લગે઼ મનકે વડો અચરજ,
કરે જેડ઼ા કરમ એડો, જુડે અધિકાર મિટ્ટી કે.
નિમાલા સે ઘુસેં ઘરમેં, સુણી સંગ્રામજો નાલો,
તડે સૂરો અચી બારાં, કરે પડ઼કાર મિટ્ટી કે.
રખીને સિર હથારી તેં, કરે તો વાર ધુસમણ તે,
લડ઼ાઈ આખરી ધમ તૈં, વતનજો પ્યાર મિટ્ટી કે.
ફનાગીરી લગી ખાસી, વતનજી આબરૂ ખાતર,
નજરમેં પોય વે સરખી, ફતે યા હાર મિટ્ટી કે.
કરે કુલભાન તન મન ધન છણેતો માત જે ખોરે,
જરેં તા આંસુ અખ મ્યાંનું, ડિસી હુન પાર મિટ્ટીકે.
વડારે ભાગ જનનીજા, ભલેં હેડો જણે સૂરો
મરણજે બાધ પણ મિલ્યો, અમર અવતાર મિટ્ટી કે.
વતન જા નાઝ! સિર ડિઈનેં વતનજી ખાક તે પોઢેં.
કરે ગૌરવ ભર્યા વંધન 'કમર', લખવાર મિટ્ટી કે.
ખત્રી હુસેન ઈસ્માઈલ 'કમર' કચ્છી
હી ગઝલ મિટ્ટી-માતૃભૂમિ જે લાય હિકડો અજોડ નજરાનું આય. કવિ 'કમર' જી કલમ સે હીં ગઝલ મિટ્ટી જી શાન, રૂહાનિયત અને વીરરસ સે વણેલી આય. "મિટ્ટી" — હીં ન્યારીયું ત ધરતીજો હિકડો઼ મામૂલી તતભ આય પણ જડેં 'કમર' કચ્છી જેડે સમર્થ કવિ જી કલમજો ઈનકે હથ લગે઼ તો, તડે ઈ મિટ્ટી રુગી઼ ધૂળ ન તી રે પણ વતનજી વેદી ભની વિઞેતી.
૧. સૃષ્ટિજી સંરચના અને દાર્શનિક પાસો
ફિરે ફેરા જડે ચક્કર, મિલે આકાર મિટ્ટી કે,
ઘડે તો ઘાટ ઊ કેડા, જરા તું ન્યાર મિટ્ટી કે.
- હિડાં કવિ કુંભાર જે ચક્ક જો ધાખલો ડઈ ને સૃષ્ટિ જે સર્જન જ્યું ગા઼લીયું કૈએં તા. જીં કુંભાર મિટ્ટી કે ફેરા ડિઈ ને સુંદર આકાર ડે તો, તીં ઊ માલિક-સરજનહાર પણ પાંજે પંચતત્વ જી કાયા કે ઘડેતો તેં કે કવિ "જિરા ન્યારે ગિન" જી ગાલ કરીએં તા. મિટ્ટીજો હી બહુઆયામી રૂપ પેલે જ શેર મેં સર્જન જો પિંડ બનીને ઉભરે તો.
ભનેંતા ભુત વરી એડા, લગે મનકે વડો અચરજ,
કરે જેડા કરમ એડો, જુડે અધિકાર મિટ્ટી કે.
- ઉન જી ભનાવટ અજબ આય, મન કે અચરજ મેં વિજી છડે તી. જેડો ભુત(શરીર-પિંડ)હિન ધરતી તે અચેતો, તેડો પિંઢ જે કરમ પ્રમાણે જ હિન મિટ્ટી તે પિંઢ જો હક અને અધિકાર મેળે તો. હી કાયા પણ મિટ્ટી જી આય, પણ ઈન કે અધિકાર મિલે મેં કરમજી વડી ભૂમિકા આય.
૨. વીર રસ અને જુદ્ધ જો પડકાર
નિમાલા સે ઘુસેં ઘરમેં, સુણી સંગ્રામજો નાલો,
તડે સૂરો અચી બારાં, કરે પડકાર મિટ્ટી કે.
- હી શેર ગઝલ મેં વીર રસ જો સંચાર કરે તો. કાયર તા જુદ્ધ જો નાં સુણી ઘર મેં ઘુસી વિઞે તા પણ વતનજી આબરૂ તે આંચ અચંધે જ સૂરવીર ઘર મિંજાનું બાર નિકરી મેધાન મેં અચી મિટ્ટી (ધુશ્મણ) કે પડકારો ડે તો. હિડાં કવિ મિટ્ટીકે સંગ્રામજો પ્રતીક ભનાય છડ્યોં અયોં.
રખીને સિર હથારી તેં, કરે તો વાર ધુસમણ તે,
લડાઈ આખરી દમ તૈં, વતનજો પ્યાર મિટ્ટી કે.
- 'સિર હથારી તે રખણું' ઈ કુરબાની જી હધ આય. વતન જે પ્યાર લાય શૂરવીર-મુડસ પિંઢ જે જીવ જી પણ પરવા કરે વિગર આખરી ધમ તૈં લડેતો. હિડાં મિટ્ટી લા પ્રેમ ઈ જ મિણીયાં વડી તાકત ભની ઉભરેતો.
૩. સમર્પણ અને ગૌરવશાળી આબરૂ
ફનાગીરી લગી ખાસી, વતનજી આબરૂ ખાતર,
નજરમેં પોય વે સરખી, ફતે યા હાર મિટ્ટી કે.
- હિડાં કવિ ફનાગીરી — એટલે કે પિંઢ જી હયાતી કે મિટાય જી ગાલ કરીએં તા. દેશ જી આબરૂ લાય ખપી વિઞણું ઈ હિકડો ઉમદા જઝબો આય. જેર લડાઈ વતન લા હુએ, તેરે શહીદ જી નજર મેં હાર કે જીત (ફતે) બોય સરખીયું ઐં, કારણ ક ઉનલા સંઘર્ષ કરણું ઈ જ હિકડી જીત આય.
કરે કુલભાન તન મન ધન છણે તો માત જે ખોરે,
જરેં તા આંસુ અખ મ્યાંનું, ડિસી હુન પાર મિટ્ટી કે.
- 'કુલભાન' એટલે કે પુંરે હોશ-હવાસ મેં, સમજી-વિચારીને પિંઢ જો તન-મન-ધન માતૃભૂમિ મથા ઘોરે છડણું. જડેં હુન પાર (સરહદ) ટિપી ને પરલે પાર વેંધે, વીર જુઆન શહીદ થૈ ને પિંઢ જો સિર ઘોરીંધે મા-વતન જે ખોરે મેં છણે તો તડેં કવિ જી અખ મિજાનું આંસુ છણી પેં તા. ઈ આંસુ ડુખ સે ન પણ ગૌરવ સેં અચેં તા.
૪. અમરત્વ અને અંતિમ વંદન
વડારે ભાગ જનનીજા, ભલેં હેડો જણે સૂરો,
મરણજે બાધ પણ મિલ્યો, અમર અવતાર મિટ્ટી કે.
- એડી઼ જનની (માતા) જા ભાગ વડા ઐંય જુકો હેડે સૂરવીર કે ઞણે આય જુકો માતૃભૂમિ તા પિંઢ કે ઘોરે છડેં. એડો મુડસ ભૌતિક રીતે ભલે મિટ્ટી મેં મિલી વ્યો પણ ઉ ઇતિહાસ જે પનેં તે 'અમર અવતાર' પામેતો. ઉનજી ખુશ્બુ પેઢીએં તૈં રેતી.
વતન જા નાઝ! સિર ડિઈનેં વતનજી ખાક તે પોઢેં,
કરે ગૌરવ ભર્યા વંધન 'કમર', લખવાર મિટ્ટી કે.
- છેલે મક્તા જે શેર મેં સિર વતન તા ઘોરે ને વતન જી ખાખ મેં સુતલ વતન જી શાનદાર મિટ્ટી (શહીદ) કે કવિ 'કમર' લખવાર સલામ-વંધન કરીએં તા. હી ગાલ સાબિત કરેતી કે વતનજી મિટ્ટી પ્રત્યેજો પ્રેમ ઈ જ મિણીયા વડો ધર્મ આય.
સાહિત્યિક વિશેષતા
- રસ અને ભાવ: હિન ગઝલ મેં વીર રસ અને કરુણ રસ જો સુંદર સમન્વય આય. દેશભક્તિ જી ઊંચી ભાવના, મિટ્ટી જો ઋણ સ્વીકાર નેં શહીદેં તરફ શ્રદ્ધા હિન ગઝલ જી રૂહ આય.
- રદીફ અને કાફિયા: 'મિટ્ટી કે' હી લાજવાબ રદીફ આખી ગઝલ મેં હિકડે મંત્ર વાંગર ગજે તો. આકાર, ન્યાર, પડકાર, પ્યાર જેડા કાફિયા ગઝલ કે ગતિ અને નાદસૌંદર્ય બક્ષીએં તા.
- લય અને છંદ: હી ગઝલ હિકડે ચોક્કસ લય (Meter) મેં ઢરેલી આય. વાંચીયું તા તડેં હિન મેં જુકો ઉભામું ને ઠેરાવ અનુભવાજે તો ઈ ઈન જી માત્રામેળ ગોઠવણી જે કારણ આય.
નિષ્કર્ષ:
ટૂંક મેં ચોં ત: કવિ 'મિટ્ટી' જેડે નિર્જીવ તતભ કે 'માતા' અને 'શહીદ' જે સ્તર તે રખીને કચ્છી સાહિત્ય મેં હિકડી શ્રેષ્ઠ રાષ્ટ્રભક્તિ જી ગઝલ ડિનોં અયોં. કવિજી કમાલ ઈ આય ક ઈની 'મિટ્ટી' શબ્દ સે હિકડે સામાન્ય પદારથ કે રાષ્ટ્રભક્તિ જી ઉંચી ચોટી સુધી પુઞાય છડ્યો અયોં.
વરી મિલધાસીં હિકડે નંયે કલમ જે કસભી રતન સેં
મીમાંસાકાર:
પીર સૈયદ ઈશાકમિયાં અલઅબ્બાસી અલહાશિમી
M.A.B.Ed.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો