'અખિયેંમેં' કવિ 'અબ્દ'
![]() |
| Courtesy:Canva free image |
અખિયેં મેં
કડેં ઇકરાર અખિયેં મેં, કડેં ઈનકાર અખિયેં મેં,
જિગર મૂંજા, વતાયો તા હી કેડો પ્યાર અખિયેં મેં !
અનોખો રૂપ હી કેડો કે પલપલ મેં ત પલટે તો !
કડેં કંઢેજા જંગલ ને કડેં ગુલઝાર અખિયેં મેં !
કડેં કાતિલ હલાહલ ઝેર ટિપકે તો, કડેં અમરત,
કડેં સપ તા સુરે કારા, કડેં ફૂલહાર અખિયેં મેં !
કડેં નફરત, કડેં ગુસ્સો, કડેં માયૂસી ને આસ્યાં,
કડેં તા ઝણઝણી પેં તા, જિગરજા તાર અખિયેં મેં !
કડેં વરતાયતી જાની ! ઉદાસી તાં જમાનેજી,
કડેં કાતિલ છૂટેં તા તીર ને તલવાર અખિયેં મેં !
કુકારેંજી મિટાયો ઉઞ, સામે ટોય તા ન્યાર્યો,
મહોભત-પ્યારજી ઝાંખી કઈયાં અણસાર અખિયેં મેં !
કડેં મુરકો વિઠા મોભૂભ ! કડેં વએં લૂઇજા આંસુ,
ડિસાં તો 'અબ્દ’, આંજી જિંધગી જો સાર અખિયેં મેં !
-અબ્દ
કાવ્ય આસ્વાદ: 'અખિયેં મેં'
કચ્છી બોલીજી હિકડી લાજવાબ ગઝલ
મરહુમ કવિ 'અબ્દ' જી લિખેલી હી ગઝલ કચ્છી ભાષાજી હિકડી ક્લાસિક રચના આય. હિન ગઝલમેં કવિ માડૂ જી સંવેદના જે કેન્દ્ર સમાન 'અખિયેં' કે આલંબન ભનાય નેં ધિલ જે પલપલ ભધલધે ભાવેં કે કાવ્ય જે રસ્તે બોરી મિઠી રીતે પ્રગટ કયોં અયોં.
## ગઝલજી સાહિત્યિક મીમાંસા
૧. કાવ્ય પ્રકાર અને શૈલી
- ગઝલ સ્વરૂપ: હી હિકડી સુબદ્ધ ગઝલ આય, જેમેં 'અખિયેંમેં' શબ્દ રદીફ તરીકે હરેક શેર જે છેડે પુનરાવર્તિત થિઈને હિકડો લયબદ્ધ અને ગાયકી જેડો માહોલ ઉભો કરે તો.
- વર્ણનાત્મક શૈલી: કવિ અખિયેં કે ખાલી કાયા જો હિકડો અંઙ ન, પણ મન જે ઊંનાણમેં ચાલુ ઉથલપાથલ જે જીરે સાક્ષી તરીકે વતાયોં અયોં.
- ભાષા વૈભવ: કચ્છી બોલીજી મીઠાશ; 'કડેં', 'મૂંજા', અને 'વતાયો' જેડા શબ્દ કચ્છી પ્રાદેશિક ખુશબૂ ફેલાઈએ તા.
૨. છંદ અને લયબદ્ધતા
હી ગઝલ માત્રામેળ છંદ જે વોણ તે આધારિત આય. ઈન મેં ફારસી છંદ 'ફાએલાતુન-ગાલગાગા' જી ઝલક મિલે તી. પંક્તિએં જો ચોક્કસ માપ નેં લય જો મેળ ઈન મેં ગાયણ જી મિઠાસ વધારે તો.
૩. અલંકાર વિનિયોગ
કવિ જી કલ્પનાશક્તિ કર અલંકારેં-ધાગીનેં કે પેરે હિકડી લાડી ઊભી વે તીં લગે તી:
- વિરોધાભાસ: ઈકરાર-ઈનકાર, જંગલ-ગુલઝાર, અને ઝેર-અમરત જેડેં વિરોધી ભાવેં કે હિકડી જ પંક્તિમેં રખીને માડૂ જે સ્વભાવજી મુંજ વતાયોં અયોં
- રૂપક: અખિયેં લા 'કાતિલ હલાહલ ઝેર' અને 'ફૂલહાર' જેડા સચોટ અને ધારદાર રૂપક વાપર્યોં અયોં.
- વર્ણાનુપ્રાસ: 'કાતિલ-કારા' અને 'તીર-તલવાર' જેડા પ્રાસ નાદ જે રૂપ-નાદસૌંદર્ય મેં વધારો કરીએં તા.
## શેરવાર ઊંનૂં ભાવાર્થ
- પ્રણયજી બિક-તિર્ક(દ્વિધા): પેલે શેરમેં કવિ પ્રિયતમ જી અખિયેં મેં પ્રેમજી કભૂલાત નેં ઇનકાર જી રાંધ ડિસીને બોરા મુંજાજેં તા.
- ક્ષણભંગુરતા: અખિયેં જા ભાવ પલવારમેં ભધલી વિઞે તા. કડેં ઈ રિણ જેડીયું સુકીયું નેં ઝાંખરેં જેડીયું લગેંતિયું ત કડેં ભગીચે જેડીયું નીલીયું છમ્મ નેં કોમલ લગેંતિયું.
- સપડસ-સર્પદંશ નેં સંજીવની: કવિ ચેં તા ક હી અખિયું કડેં કારા નાંગ ભની ડસીએં તિયું, ત કડેં પવિત્ર અમૃત જેડો જીવનદાન ડિયેં તિયું.
- ધિલ જી ધડકન: મન જો કોય પણ ખૂણું અખિયેં નું લિકલ નાંય. ગુસ્સો હોય કે આશા, ધિલ જા તાર સીધા અખિયેં મેં વજે઼ લા લગે઼ં તા.
- દુનિયાજી પીડા: પાંચમે શેરમેં કવિ ચેં તા ક પ્રિયતમજી અખિયેં મેં ખાલી પિંઢ જી જ જુધાઈ-વિરહ નાંય, પણ સજે઼ જમાનેજી ઉદાસી આંઞેલી વે એડો઼ લગે઼ તો.
- પ્રેમજી તલાશ: કવિ આજીજી કરીએં તા કે કુકાર છડે ને પ્રેમ જા ડરશન કરે લા હિકડે ફેરા મું સામું તા નાર્યો.
- જિંધગીજો નિપોડ઼-સાર (મક્તા): છેલ્લે 'અબ્દ' કબૂલ કરીએં તા ક મુરક અને આંસુ જે વિચ્ચ મેં જુકો તકરાર અખિયેં મેં ડીં-રાત હલે તી, ઈ જ જિંધગીજી સચી તારીફ-વ્યાખ્યા આય.
## કવિ પરિચય: 'અબ્દ'
કચ્છી ભાષા જે સુપ્રસિદ્ધ કવિ મરહુમ અબ્દ (અબ્દુલ્લાહ સુલેમાન તુરીયા) ઉર્દુ શબ્દેં જે મિઠે ભેરવારી મશહૂર રચનાએં લા કચ્છી સાહિત્ય જગતમેં હિકડો પધરો નાં આય.
- પૂરો નાં: અબ્દુલ્લા સુલેમાન તુરીયા.
- તખલ્લુસ: 'અબ્દ'.
- વિષયવસ્તુ: ઇનીં રાજાશાહી વખત મેં કચ્છી માડૂ જી રાજકીય લડત, સામાજિક વિષય અને લોકજીવન તેં બોરા અસરકારક કાવ્ય લિખ્યોં અયોં.
- શૈલીજી વિશેષતા: કચ્છી ભાષામેં ઉર્દુજી છંઢ વારી ઈની જી ખાસ શૈલી અને કુશળ શબ્દપ્રયોગ ઈની કે બેં કવિએં નું અલગ તારે વિજે તી.
- મહત્વ: ઈ કચ્છી સાહિત્યમેં પિંઢ જે અલગ લય, ગંભીર શબ્દભંડોળ અને અલગારી ચાલ લા હંમેશા યાદ રિઈ વેંધા.

મરહૂમ કવિ અબ્દ
તારણ: હી ગઝલ ખાલી શબ્દેં જો મેળાપ નાંય, પણ માડૂ જે મનજી અલગ અલગ અવસ્થાઅએં જો જીરો ચિતર આય.
વરી મજૂષ મિજાનું કઢધાસીં હિકડો નઉં રતન
મીમાંસાકાર:
પીર સૈયદ ઈશાકમિયાં અલઅબ્બાસી અલહાશિમી
M.A.B.Ed.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો